વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, હવાથી પણ ફેલાય છે કોરોના વાયરસ
જો તમે ભીડભાડથી દૂર માસ્ક વગર ખુલ્લામાં એમ વિચારીને ફરતા હોવ કે તમે કોઈ બીજી વ્યક્તિના સંપર્કથી દૂર છો અને આવામાં કોરોના વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં તો સાવધાન થઈ જાઓ. દુનિયાભરના સેંકડો વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે કોવિડ-10નો આ ખતરનાક વાયરસ એરબોર્ન એટલે કે હવા દ્વારા પણ ફેલાય છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે નોવેલ કોરોના વાયરસના નાના નાના કણ હવામાં પણ જીવતા રહે છે અને તે લોકોમાં ચેપ ફેલાવી શકે છે.
નવી દિલ્હી: જો તમે ભીડભાડથી દૂર માસ્ક વગર ખુલ્લામાં એમ વિચારીને ફરતા હોવ કે તમે કોઈ બીજી વ્યક્તિના સંપર્કથી દૂર છો અને આવામાં કોરોના વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરી શકશે નહીં તો સાવધાન થઈ જાઓ. દુનિયાભરના સેંકડો વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે કોવિડ-10નો આ ખતરનાક વાયરસ એરબોર્ન એટલે કે હવા દ્વારા પણ ફેલાય છે. 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે નોવેલ કોરોના વાયરસના નાના નાના કણ હવામાં પણ જીવતા રહે છે અને તે લોકોમાં ચેપ ફેલાવી શકે છે.
આ અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ વાયરસ ફેલાવવાના કારણોની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી. WHOએ ત્યારે સ્પષ્ટ કર્યું હતું કે આ ખતરનાક વાયરસ ફક્ત થૂંકના કણોથી જ ફેલાય છે. આ કણ કફ, છીંક, અને બોલવાથી શરીરની બહાર નીકળે છે. થૂંકના કણ એટલા હળવા નથી હોતા જે હવા સાથે અહીંથી ત્યાં ઉડી જાય. તે બહુ જલદી જમીન પર પડે છે.
કોરોના વાયરસ: રશિયાને પાછળ છોડી ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો
પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક તાજા રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોનો આ દાવો હવે કઈંક અલગ જ કહી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ WHOને આ મહામારીની રિકમન્ડેશન્સ (સંસ્તુતિ)માં તરત સંશોધન કરવાનો આગ્રહ કર્યો છે. અત્રે જણાવવાનું કે દુનિયાભરમાં આ વાયરસનો કોહરામ સતત વધી રહ્યો છે.
અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે એક કરોડ 15 લાખ 44 હજારથી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 5 લાખ 36 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ભારતમાં પણ કોવિડ 19થી સંક્રમિત થવાના કેસનો આ આંકડો હવે 7 લાખ નજીક પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આવામાં જો આ વાયરસના એરબોર્ન હોવાનો દાવો સાચો નિકળશે તો તે લોકો માટે ચિંતા વધારનારો રહેશે.
32 દેશોના આ 239 વૈજ્ઞાનિકોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને એક ઓપન લેટર લખ્યો છે. આ તમામ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વાતના પૂરતા પુરાવા છે, જેનાથી એ સ્વીકારાય કે આ વાયરસના નાના નાના કણ હવામાં તરતા રહે છે. જે લોકોને ચેપ લગાડી શકે છે. આ લેટર સાયન્ટિફિક જર્નલમાં આગામી સપ્તાહે પ્રકાશિત થશે.
સમાચાર એજન્સી રોયટર્સે WHO પાસે આ નવા દાવા પર પ્રતિક્રિયા માંગી હતી. પરંતુ હજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કશું કહ્યું નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના આ રિપોર્ટ મુજબ 'ભલે છીંકયા બાદ મોઢામાંથી નીકળેલા થૂંકના કણ મોટા હોય કે પછી ખુબ નાના...તે આખા રૂમમાં ફેલાઈ શકે છે. જ્યારે બીજા લોકો શ્વાસ લે તો હવામાં રહેલા આ વાયરસ શરીરમાં એન્ટ્રી કરીને તેમને સંક્રમિત કરી દે છે.'
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube